ADVT/શ્રી શકિત ઇમીટેશન એન્ડ કટલરી સ્ટોર્સઅમારે ત્યાં ગ્રામ. એન્ટિક જવેલરી. મંગળસૂત્ર. બુટ્ટી. વીંટી. ચેન બેંગ્લસ. પાયલ. દુલ્હન સેટ તેમજ કટલરીની નવીજ વેરાયટી મળશેસ્થળ. દુકાન નં. ૪, અન્નપૂર્ણા કૉમ્પ્લેક્સ પે સેન્ટર શાળા સામે સુથાર ફળી ચોક વિરમગામમો. સતિષભાઈ ઠાકોર.(૯૬૬૪૬૧૭૧૩૪)(૭૮૭૪૯૨૭૭૬૦)

શ્રી શકિત ઇમીટેશન એન્ડ કટલરી સ્ટોર્સ

અમારે ત્યાં ગ્રામ. એન્ટિક જવેલરી. મંગળસૂત્ર. બુટ્ટી. વીંટી. ચેન બેંગ્લસ. પાયલ. દુલ્હન સેટ તેમજ કટલરીની નવીજ વેરાયટી મળશે

સ્થળ. દુકાન નં. ૪, અન્નપૂર્ણા કૉમ્પ્લેક્સ પે સેન્ટર શાળા સામે સુથાર ફળી ચોક વિરમગામ
મો. સતિષભાઈ ઠાકોર.(૯૬૬૪૬૧૭૧૩૪)(૭૮૭૪૯૨૭૭૬૦)

વિરમગામ-શહેરમા વિશ્વકર્મા મંદિર કેમ્પસમા EDI અને અપંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગ યુવક/યુવતીઓ માટે ઉદ્યોગ સાહસિક માટે નો તા.14માર્ચ થી 16માર્ચ 3 દિવસ ની તાલીમ કાર્યક્રમ જેમાં નવા ધંધાની શરૂઆત કરવા અને જુના ધંધા નો વિકાસ કરવા માટેની તાલીમ અપાશે.અનેસરકાર તરફ થી મળતી સહાયનું માર્ગદર્શનGovt સર્ટિફિકેટજમવાનું અનેકીટ આપવામાં આવશે.

EDI અને અપંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગ યુવક/યુવતીઓ માટે ઉદ્યોગ સાહસિક માટે નો 3 દિવસ ની તાલીમ કાર્યક્રમ માં જોડાઈ ને ઉદ્યોગ ને નવી ઊંચાઈ પર લઇ જાવ. નવા ધંધાની શરૂઆત કરવા અને જુના ધંધા નો વિકાસ કરવા માટેની તાલીમ મેળવો.

નામ રજીસ્ટ્રેશન તારીખ : 14-03-2023 સુધી

તાલીમ ની તારીખ :16/3/2023થી 18/3/2023 સુધી

તાલીમ નો સમય : સવારે ૧૦ થી ૫

લાભ

  • વ્યવસાય કરવા ની તાલીમ
  • સરકાર તરફ થી મળતી સહાયનું માર્ગદર્શન
  • Govt સર્ટિફિકેટ
  • જમવાનું
  • કીટ

દિવ્યાંગ ભાઇ/બહેનો આજે જ નામ રજીસ્ટર કરવો અને તાલીમ નો લાભ લેશો
ડોક્યુમેન્ટ્સ

  • વિકલાંગતા નું સિવિલ સર્ટિફિકેટ
  • આધાર કાર્ડ
  • ૨ ફોટો પાસપોર્ટ સાઈઝ
    ઉમંર : ૧૯ થી ૪૫ વર્ષ
    Education: લખતા વાંચતા આવડવું જોઇએ
    સંપર્ક : 9725521957
    (વોટ્સ એપ માં ડોક્યુમેન્ટ્સ મોકલી પણ નામ રજીસ્ટર કરવો)
    સ્થળ# શ્રી વિશ્વકર્મા ,ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ, વિરમગામ

અમદાવાદ-જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દેવેન્દ્રસિંહ સિંધવ નો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ને ખુલ્લો પત્ર,બે દિવસ પહેલા મિટીંગ મા વિઘાનસભા ચૂંટણીમા પક્ષ વિરોઘી કાર્ય કરનારાઓ સામે શિસ્ત ભંગ પગલા લેવા જગ્યાએ છાવરવાનો આરોપ !

ખુલ્લો પત્ર
માનનીય જગદીશભાઈ ઠાકોર
પ્રમુખશ્રી , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બે દિવસ પહેલા આપે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ ની મિટિંગ બોલાવી ચર્ચાઓ કરી આગામી દિવસોમાં કાર્યક્રમો માટે સૂચનાઓ આપી.

પરંતુ હું આપને પૂછવા માંગુ છું કે જે લોકો એ વિધાનસભા માં કૉંગ્રેસ ની વિરુદ્ધ માં કાર્ય કર્યું હતું તેવા લોકો ને બોલાવી ને તો તમે મિટિંગ લો છો .
ખરેખર તો આવા લોકો ની વિરુદ્ધ માં શિસ્તભંગ નાં પગલાં લેવાની જગ્યા એ તમે તો એમને છાવરવાનો પ્રયત્ન કરી શું સાબિત કરવા માંગો છો ?
શું આં રીતે જ કૉંગ્રેસ ચલાવવાની હોય તો હજી પણ ઘણા બધા લોકો ની પાર્ટી વિરુદ્ધ કામ કરવાની હિંમત ખુલશે શું તમે આવા લોકોના માર્ગદર્શક બની પાર્ટી ને સાવ ખતમ કરવા માંગો છો કે શું?પાર્ટી નાં સાચા કાર્યકરો ને તમારી આવી પદ્ધતિ બદલ શું સમજવાનું ?
જોવાની ખૂબી તો એ છે કે પાછા તમે આટલે થી અટકવાને બદલે જે લોકો જેટલું વધારે કૉંગ્રેસ ને નુકશાન કરે તેમને તમે એટલો જ મોટો હોદ્દો આપી લાજવાને બદલે ગાજવાનું કામ કરો છો ?શું ગુજરાત કૉંગ્રેસ ને સંપૂર્ણ પતાવી દેવાની સોપારી તો નથી લીધી ને ?
મને તો નવાઈ પણ એ વાત ની લાગે છે કે સાચા કાર્યકરો પણ મૂંગા થઈ ને બધું જોઈ રહ્યા છે.
પાર્ટી વિરુદ્ધ કામ કરનારા સામે જો પગલાં નાં લેવાના હોય તો પછી સાચા કાર્યકર્તાઓ રાજીનામા ધરી દઇએ જેથી તમને પાર્ટી ને પતાવવા માટે મોકળું મેદાન મળે.બાકી પ્રમુખશ્રી તરીકે તમારી આવી નીતિ પણ ચલાવવાને પાત્ર નથી.જો અત્યાર સુધી પાર્ટી ફોરમ માં રહી મૂંગા મોઢે બધું સહન કર્યું પણ આટલી હદ સુધી નું આપનું વર્તન મારા જેવા સાચા કાર્યકરો થી સહન થાય એવું નથી માટે આજે ખુલ્લા માધ્યમ થી આપને આ જણાવી રહ્યો છું.
મને એ પણ ખબર છે કે મારા આવા ખુલ્લા પત્ર થી તમે પગલાં લેશો પણ હું આપને કહું છું કે પગલાં તો પાર્ટી વિરુદ્ધ માં કામ કર્યું હોય તેની સામે લેવાના હોય પણ ત્યાં તો ચૂપ થઈ જાઓ છો કેમ કે મલાઈ નો સવાલ છે.
હવે તો તમારા આવા વર્તન થી એ નક્કી જ થઈ જાય છે કે તમે પાર્ટી નું વિસર્જન કરવા માંગો છો.એટલે આપને હવે કાઈ વધુ લખવાનો કોઈ મતલબ નથી.
આશા રાખું કે પાર્ટીના સાચા કાર્યકરો એક મંચ પર આવી આવા લોકો ની સામે બાથ ભીડે.અને સાચા નેતાઓ પણ આ બાબતે કઈક ગંભીતાપૂર્વક વિચારે બાકી એ દિવસો દૂર નથી કે પાર્ટી નો અસ્તાંચલ થાય.

દેવેન્દ્રસિંહ સિંધવ,મહામંત્રી અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ

વિરમગામ-નળકાંઠા ના શાહપુર ગામમા બંઘ રહેણાંક મકાન માથી સોના-ચાંદી દાગીના રોકડ સહિત કુલ₹ 17 લાખ મતાની ચોરીની ફરિયાદ નોંધાઇ

વિરમગામ નળકાંઠાના શાહપુર ગામે બંધ મકાનમાંથી તાળું ખોલીને મકાનમાં રાખેલા પેટીમાંથી 19 તોલા સોના અલગ અલગ દાગીના જેની કિંમત આશરે નવ લાખ તથા રોકડ રૂપિયા 8 લાખ કુલ મળીને 17 લાખ રૂપિયાની ચોરી થયાની ફરિયાદ મકાન માલિક રોશનબેન ઉમેદભાઈ સમા એ નળ સરોવર પોલીસ મથકમાં નોંધાવી છે