આયારામ-ગયારામ !! :: વિરમગામ ના સોમા ગાંડા પટેલ ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરવાના એંધાણ ?, અશોક ગેહલોતને મળવા દોડ્યા પહોચ્યા હતા મળવાનો સમય ન આપ્યો

અશોક ગેહલોતે સમય ન આપતાં અમદાવાદ સર્કિટ હાઉસમાં સહ પ્રભારી રામ ક્રિષ્ના સાથે બેઠક કરી – સોમા ગાંડા પટેલે કહ્યું , હું ચૂંટણી લડીશ : કોંગ્રેસ તક આપે છે કે પછી આમ આદમી પાર્ટીમાંથી ઝંપલાવશે તેના ઉપર સૌની નજર

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી છે અને મોટા નેતાઓની અવરજવર વધી ચૂકી છે . બીજી તરફ પક્ષપલટુની મોસમ પણ હવે ખીલી રહી છે અને કમલમમાં તેની મોટી અસર જણાઈ રહી છે . જો કે , ભાજપમાં આવેલા કેટલાક પક્ષપલટુઓને પોતાની ટિકીટ કપાવવાનો ડર લાગી રહ્યો છે અને જેના કારણે તેઓ પાછલા બારણે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક પણ કરી રહ્યા છે . ભાજપની ટિકીટોની વહેચણી થઈ જાય પછી મોટાપાયે અસંતોષ ફાટી નીકળશે તે નિશ્ચિત છે અને તેવા સમયે અનેક ભાજપના નેતાઓ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જાડાઈ શકે છે . ભાજપમાં આવા નેતાઓ હજુ તેલ જુઓ અને તેલની ધાર જુઓની જેમ સ્થિતિને પારખી રહ્યા છે . બીજી તરફ ભાજપમાં છે અને પોતાને ટિકીટ મળવાની જ નથી તેવો અંદેશો આવી ચૂકેલા કેટલાક નેતાઓ હવે ખૂલીને બહાર આવી રહ્યા છે અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી રહ્યા છે . આજે અમદાવાદમાં આવો જ એક નજારો જાવા મળ્યો હતો અને જેમાં સોમા ગાંડા પટેલ સર્કિટ હાઉસ ખાતે દોડી આવ્યા હતા . તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નિરીક્ષક અશોક ગેહલોતને મળવા માટે આવ્યા હતા પણ ગેહલોતે સમય આપ્યો નહોતો અને આખરે તેમણે સહ પ્રભારી રામ ક્રિષ્ના સાથે બેઠક કરવી પડી હતી . બાદમાં સોમા ગાંડા પટેલે કહ્યું હતું કે , હું ૨૦૨૨ ની ચૂંટણી લડીશ . હવે જાવાનું એ રહ્યું કે , કોંગ્રેસ ફરીથી તેમણે તક આપે છે કે પછી આમ આદમી પાર્ટીમાંથી ઝંપલાવે છે . સોમા ગાંડા પટેલે ૨૦૨૦ માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જાડાયા હતા . છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં સોમા ગાંડા પટેલને કોઈ મહત્વ આપવામાં આવતું નથી અને ટિકીટને લઈ પણ કકળાટ છે ત્યારે કોંગ્રેસમાં ઘર વાપસી થઇ શકે છે .

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ચૂકી છે અને આજે વચનોની લ્હાણી કરી છે અને ચૂંટણી જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે . રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અમદાવાદના મહેમાન બન્યા છે ત્યારે તેમણે મળવા માટે કોંગ્રેસી નેતાઓ ઊમટી રહ્યા છે . સર્કિટ હાઉસમાં આજે સોમા ગાંડા પટેલ પણ દોડી આવ્યા હતા પણ ગેહલોતે મળવાનો સમય આપ્યો નહોતો . જે કે , બાદમાં સહ પ્રભારી સાથે બેઠક યોજાઈ હતી પણ આ બેઠકમાં શું રંઘાયું તે બહાર આવી શક્યું નથી . બાદમાં સોમા ગાંડા પટેલે મીડિયાને કહ્યું કે , હું ચૂંટણી લડવાનો છું . જો કે , તે કયા પક્ષમાંથી લડશે તે ચોખવટ કરી નહોતી . કોંગ્રેસ સોમા ગાંડા પટેલને કરીથી તક આપે છે કે કે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે . સોમા ગાંડા પટેલે ૨૦૨૨ માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને કેસરિયા રંગે રંગાયા હતા . જો કે , બે વર્ષમાં જ ભાજપમાં ગયા પછી મોહભંગ થયો છે અને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે તલપાપડ બન્યા છે . જે કે , કોંગ્રેસ ફરીથી ઘર વાપસી કરાવશે કે કેમ તેના ઉપર પ્રશ્ન ઊભો છે .

Leave a comment